પાંખ વગરનું પંખી
ઘર આંગળે ના વૃક્ષ પર મેં જોયું એક પંખી
નાનકડું , સુંદર , મજાનું હતું એ રંગબેરંગી
ખુબ જ અદભુત હતી એની આંખ
પણ ન હતી એને એક પાંખ
આખો દિવસ કૂદાકૂદ કરતુ એ ડાળી ઉપર
પરંતુ ઉડી ન શકતું અને પડતું જમીન પર
આંસુ આવી જતા એની નાની નાની આંખ માં
માં એને વહાલ કરતી અને ખવડાવતી ચાંચ માં
હિમ્મત નહિ હારતું એ , પ્રયત્ન કરતુ દરરોજ
એક દિવસ ગગન માં ઉડશે એવી હતી એની સોચ
કોને કહ્યું એક પાંખે ન ઉડાય ?
તીવ્ર ઈચ્છા હોય તો કઈ પણ કરાય
એને સપના માં એક રાત જોયું પોતાને ઉડતું
વિચાર્યું ' મારા સ્વપન ને હું ચોક્કસ કરીશ સાચું'
કોશિશ કરતા કરતા આવ્યો એ દિવસ
ઉડ્યું એ આકાશ માં, જાણે ઉડે પતંગ
હાર નહિ માનવાનું મળ્યું એને ફળ
ખુશી મળી ઉડવાની એને જીવન ભર.
-
અનાયા શેઠ
ગીતાજી માં કહ્યું છે शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते.
ReplyDeleteજેનો અર્થ એવો થાય કે દિવ્ય આત્માઓ પોતાના અદ્ભુત ગુણોને લઈ અને ફરી સદગુણો થી યુક્ત પરિવારમાં જન્મ લે છે અને આ જન્મમાં પણ એમના એ અદ્ભુત ગુણો પુનઃ કાર્યરત રહે છે.
બેટા તમે પણ તેમાંના જ એક છો જેની પાસે આવી અદ્ભુત કલા આટલી નાની ઉંમરમાં છે જે એક આશ્ચર્ય યુક્ત કહી શકાય એવી બાબત છે.
આવી જ રીતે તમે, તમારી લેખન કલાને આગળ વધારો અને તમારા માતા પિતા નું ગૌરવ બનો એવી જ શુભેચ્છાઓ.
અદભુત ગુણોથી સુશોભિત છે લાડકી અનાયા,
જેમણે નાની ઉંમરમા સિદ્ધ કરી છે પોતાની કલાની માયા.
Thank you so much, Fua. Your words have inspired me to write more.
ReplyDelete